સ્વીગી ડીલીવરી બોય સચિન પાંચાલએ મટન કોરમા ઓર્ડરને તેના સ્થાને પહોચાડવાની ના કહી કારણકે જૂની દિલ્હીના મરઘટ હનુમાન મંદિર પરિસરમાં અંદર જવાનું હતું. કંપનીનું કહેવું છે કે ડીલીવરી બોયનું કામ છે આપેલા એડ્રેસ પર ડીલીવરી પહોચાડવી પરંતુ સચિન પંચાલે આવું ના કરતા તેને નોકરીમાંથી હાંકી કાઢ્યો અને મંદિર પરિસરના પૂજારીઓએ સચિનનું સન્માન કર્યું હતું.
દિલ્હીના કાશ્મીરી ગેટ સ્થિત પ્રસિદ્ધ મરઘટ બાબા હનુમાન મંદિર પરિસરની પાસે મટન કોરમાનો ઓનલાઈન ઓર્ડર મામલે સચિન પંચાલ એજ ડીલીવરી બોય છે કે જેણે ગયા અઠવાડિયે એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં સંભળાય રહ્યું છે કે તે કસ્ટમરને કહે છે કે મંદિર પરિસર જેવી ધાર્મિક જગ્યાઓ પર તે ઓર્ડર નહિ આપી શકે.
ડીલીવરી બોય મંદિર પરિસરની બહારજ ઉભો રહી કસ્ટમરને ઓર્ડર બહારથી કલેક્ટ કરવા કોલ કરે છે ત્યારે કસ્ટમર કહે છે કે હું રોજ મંદિર પરિસર સુધી આ ઓર્ડર મંગાવું છું, પરંતુ સચિને કહ્યું કે હા હું પણ આ ઓર્ડર દુકાન સુધી પહોંચાડત જ જો આ દુકાન મંદિર પરિસરમાં નાં આવી હોત.
સચિનનું કહેવું છે કે જે દુકાન પર ભગવાનનો પ્રસાદ અને મીઠાઈ બનાવાઈ રહી હોય તે જગ્યા એ નોનવેજ ખાવું યોગ્ય નથી, કસ્ટમર કેર પ્રતિનિધિ નું કહેવું છે કે ભલે આ કઈ ખોટી વાત નથી પરંતુ કસ્ટમરને ઓર્ડર પહોચાડવો એ કંપનીની પોલીસી છે. સ્વીગીએ ડીલીવરી બોય સચિન પંચાલને નોકરી પરથી રજા આપી દીધી હતી અને એના દ્વારા વાયરલ થયેલ વિડીયો બાદ મંદિરની પવિત્રતા જાળવી રાખવા બદલ મંદિર બોર્ડ દ્વારા સચિનનું સન્માન કરવામાં આવ્યું હતું.
કસ્ટમર જેને ઓર્ડર મંગાવેલો હતો તેની દુકાનો સુધી ધર્મપ્રેમી જનતા પહોચી ગઈ હતી, હાલ અત્યારે એ દુકાનદાર કે જેને અંદર સુધી મટન કોરમા મંગાવ્યું હતું તેને દુકાન બંધ કરાવી છે.