Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના ડિફોલ્ટર સભાસદને છ માસની જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના ડિફોલ્ટર સભાસદને છ માસની જેલ

- Advertisement -

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વિભાપરના રહેવાસી સભાસદ ધીરજ વિઠ્ઠલભાઈ સોરઠીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયા હતા. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.

- Advertisement -

જામનગરના જજ એ.ડી.રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને આરોપીને 6 માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ચેકની રકમ જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગર જિલ્લાના ડીએસપીને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular