Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સો.ના ડિફોલ્ટર સભાસદને 6 માસની જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સો.ના ડિફોલ્ટર સભાસદને 6 માસની જેલ

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ બાબુલાલ હીરજીભાઈ કાલરીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતાં સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ -138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

- Advertisement -

જામનગરના જજ એ.ડી રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 6 માસની જેલની સજા તેમજ ચેકની રકમનો દંડ કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular