દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી વૃધ્ધનો મૃતદેહ મળી આવતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ પીએમ માટે મોકલી હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામના વતની અને હાલ પાનેલીમાં રહેતાં ભોવાન ઉર્ફે રૂઘા આંબા શિહોરા નામના વૃધ્ધનો મૃતદેહ આજે સવારે ભાણવડમાં આવેલી ઇન્દ્રેશ્ર્વર નદીમાંથી મળી આવતાં આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી હતી. તેમજ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વૃધ્ધની હત્યા નીપજાવવામાં આવી છે કે, આત્મહત્યા છે તે દિશામાં તપાસ આરંભી હતી.