Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમરાતોનો સર્વે - VIDEO

ચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમરાતોનો સર્વે – VIDEO

147 ઈમારતોના વપરાશકર્તાઓને મનપાની નોટીસ

જામનગર શહેરમાં અનેક જોખમી જર્જરીત ઈમરાતો આવેલી છે. મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા જર્જરિત ઈમારતોનો સર્વે કરવા આવેલ છે. જર્જરિત ઈમારતો જોવા મળે તેને નોટીસો આપવામાં આવે છે. અને ઈમારતની સેઈફ સ્ટેજ સ્ટેઈજે લઈ જવા સૂચના આપવામાં આવે છે. તાજેતરમાં તંત્રએ 222 જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ 147 સ્થળોએ ઈમારતોની જર્જરિત હોવાનુ સામે આવ્યુ છે. આવી જોખમી ઈમરાતના મિલકતધારકોને નોટીસો આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં આવેલી જોખમી ઈમારતોનો સર્વે કરવામાં આવેલ. આવી જોખમી ઈમારતો પડે તો અકસ્માત થઈ શકે તે માટે ચોમાસા પહેલા તે માટે મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે. મહાનગર પાલિકાની ટીપીઓ, એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી 6 ટીમો દ્વારા જર્જરિત ઈમારતોનો સર્વે શરુ કરવામાં આવેલ. આ સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ રરર ઈમારતોનો સર્વે કરવામાં આવતાં ગત વર્ષે જે ઈમારતો જર્જરિત તરીકે ગણાઈ હતી. તેમાંની ઈમાતરોમાં રીપેરીંગ સહિતના ફેરફારો થઈ જવા પામ્યા છે. 16 વોર્ડના તમામ વિસ્તારો સર્વેની કામગીરી કરવામાં આવી છે. ચાલુ મહિનામાં આવા સર્વે દરમિયાન 147 સ્થળોએ મકાનોના જે જર્જરિત હાલતમાં હોય તે જોખણી જણાતા હોવાથી મહાનગર પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગર પાલિકાના 1404 આવાસ યોજનાના બે માળના 117 બ્લોક્સ પૈકીના 66 બ્લોક્સના 792 ફલેટસ તોડી પાડવામાં આવ્યા હતા. આ જ રીતે હાઉસીંગ બોર્ડ સાધના કોલોનીના 29 બ્લોક્સના 348 ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. મોટા ભાગના લાંબા સમયથી જોખમી ઈમરાતોમાં ભાડુઆત-માલિક વચ્ચેના વિવાદમાં રીપેર ના થતા હોવાનુ મુખ્ય કારણ હોય છે. તેમજ આવી જોખમી ઈમરાતોને માલિક શહેરની બહાર રહેતા હોવાથી બંધ હાલતમાં રહેલી મિલકતો હોય છે. ચોમાસામાં દરમિયાન ભારે પવન અને વરસાદમાં આવી જોખમી ઈમરાતોના કારણે અકસ્માત ના થાય તે માટે સર્વે અને નોટીસની કામગીરી કરવામાં આવીછે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular