જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા દ્વારા આજ રોજ ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 20 થી 25 જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર ન હોવાનું પણ સામે આવ્યાનું જાણવા મળી રહ્યુ છે. આ સરપ્રાઇઝ ચેકિંગથી ઓફિસનાં ગુટલીબાઝ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.