સુપ્રિમ કોર્ટે રખડતા શ્વાન મુદે મોટો નિર્ણય લીધો છે. 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કરતી સુપ્રિમ કોર્ટે કહ્યું કે, શેલ્ટર હોમમાં ફકત બિમાર અને આક્રમક કુતરાઓને જ રાખવામાં આવશે. ‘શેલ્ટર હોમ નહી, નસબંધી એ યોગ્ય ઉકેલ છે’ ત્યારે જે શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે તેમને પણ તાત્કાલિક છોડી દેવામાં આવશે તેમ જસ્ટિસ વિક્રમ નાયની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો અને આ સાથે કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જાહેર કરી છે.
11 ઓગસ્ટના ચુકાદામાં એવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે રખડતા શ્ર્વાનોને શેલ્ટર હોમમાં રાખવા જોઇએ જ્યારે આજે સુપ્રિમ કોર્ટે તેમાં સુધારો કરતા ચુકાદો આપ્યો કે શેલ્ટર હોમમાં ફકત બિમાર અને આક્રમક કુતરાઓને જ રાખવામાં આવશે. નસબંધી અને રસીકરણ પછી શ્વાનોને છોડી દેવામાં આવશે. ન્યાયાધિશ વિક્રમ નાયની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે આ ચૂકાદો આપ્યો અને આ સાથે કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ જાહેર કરી છે અને કહ્યું છે કે, શ્વાનને ખવડાવવા માટે દરેક કોમ્યુનલ બ્લોકમાં અલગ જગ્યાએ ખોલવામાં આવશે. શ્વાનોને જાહેર સ્થળો પર ન ખવડાવતા નિયુકત સ્થળોએ જ ખવડાવવામાં આવશે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર સ્થળો પર શ્વાનોને ખવડાવવા પર પ્રતિબંધ મુકીને દરેક વોર્ડમાં ફીડિંગ ઝોન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે. કોર્ટે કહ્યું કે, નિશ્ચિત સ્થળોએ શ્વાનોને ખવડાવવા માટે ફીડિંગ ઝોન બનાવવામાં આવશે. જેના માટે એનજીઓને 25000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે પ્રાણી પ્રેમીઓ માટે પણ કોર્ટે કહ્યું છે કે, તેઓ રખડતા કુતરાઓને દતક લેવા માટે અરજી દાખલ કરી શકે છે. તેમની જવાબદારી રહેશે કે તેઓ એકવાર દતક લીધેલા કુતરાઓ ફરીથી રસ્તા પર ન રહે તેવી ખાતરી કરવાની રહેશે.


