Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકાલથી ગુજરાત વિધાનસભાનું ઉનાળુ સત્ર, ગુરૂવારે બજેટ

કાલથી ગુજરાત વિધાનસભાનું ઉનાળુ સત્ર, ગુરૂવારે બજેટ

સત્ર દરમિયાન કુલ 26 બેઠકો, 6-8 દિવસ બે-બે બેઠકો કોરોનાની વિદાય છતાંય ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડાશે

- Advertisement -

તા.2જી માર્ચથી 14મી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સત્રને પગલે આજે વિધાનસભા સ્પિકરના વડપણ હેઠળ કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે સત્રના દિવસો વધારવા માંગ કરી હતી.

- Advertisement -

તા.3જીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે. વિધાનસભાની ચૂંટણીઓને જોતાં સરકાર કરવિહોણુ અને નવી યોજનાઓ સહિત બજેટ રજૂ કરી ખેડૂતો, શિક્ષિત બેરોજગારો ઉપરાંત વેપારી વર્ગને રાજી રાખવાના પ્રયાસો કરશે. ગુજરાત વિધાનસભાનુ સત્ર તા.2જી માર્ચે શરૂ થશે અને તા.31મી માર્ચે સમાપ્ત થશે. સત્ર દરમિયાન કુલ 26 બેઠકો મળશે. તા.2જી માર્ચે નાણાં મંત્રી બજેટ રજૂ કરશે. સત્રના પ્રથમ દિવસે રાજયપાલ સંબોધન કરશે. એ જ દિવસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સુધારા વિધેયક ઉપરાંત ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક રજૂ થનાર છે. સત્ર દરમિયાન કુલ મળીને 26 બેઠકો યોજાશે. છથી આઠ દિવસે બે-બે બેઠકો યોજાનાર છે. રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ, અંદાજપત્ર પર ચાર દિવસ, પુરક માંગણીઓ પર બે દિવસ અને સરકારી વિધેયક પર ચાર દિવસ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે. આ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવા એધાણ વર્તાઇ રહ્યા છે કેમકે, વિપક્ષ બેરોજગારી, પેપરલીક, જમીન કૌભાંડ, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવા પ્રયાસો કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ છેલ્લુ સત્ર છે. ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાના ફલોર પર જોરદાર પ્રદર્શન કરવા ઇચ્છુક છે. કોરોનાએ ગુજરાતમાંથી લગભગ વિદાય લીધી છે તેમ છતાંય વિધાનસભામાં પ્રવેશ માટે આરટી પીસીઆર ટેસ્ટ નહી બલ્કે રસીના બે ડોઝનુ સર્ટી. ફરજિયાત બનાવાયુ છે. આ ઉપરાંત સોશિયલ ડિસટન્સને પગલે વિધાનસભાની બેઠક પણ બદલાઇ છે. કેટલાંય ધારાસભ્યોને ગેલેરીમાં બેસવુ પડશે. આમ, વિધાનસભાના સત્રને લઇને ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ આદરી છે. ગુજરાત વિધાનસભા સત્રને પગલે કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી જેમાં વિપક્ષે વિધાનસભાનુ લાઇવ પ્રસારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી પણ સરકારે વિપક્ષની માંગ ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત વિધાનસભાના દિવસો પણ વધારવાની માંગ સ્વિકારવામાં આવી ન હતી. કોગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, કોંગ્રેસની એકેય માંગ સ્વિકારવામાં આવી નથી. જો રાજ્યસભાનું લાઇવ પ્રસારણ થતુ હોય તો પછી વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં સરકારને શુ વાંધો છે તે સમજાતુ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular