સુમેર સ્પોર્ટ્સ કલબ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસો. નાં સંયુક્ત ઉપક્રમે એક માસ માટે સમર ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો જેની તારીખ ૩૧ મે ના રોજ પુર્ણાહુતી થઇ હતી. કેમ્પમાં કુલ નોંધણી થયેલ 38 ખેલાડીઓ માંથી 25 જેટલાં ખેલાડીઓ નિયમિત પણે તાલીમ લીધી હતી. કેમ્પનાં અંતિમ દિવસે તેમના વચ્ચે પ્રતિયોગિતા રાખવામાં આવી હતી, જેમાં 17 વર્ષ થી નીચે નાં બોયસ કેટેગરી માં ઉદય કનખરા ચેમ્પિયન અને પલશ પારેખ રનરઅપ થયાં હતાં. ગર્લ્સ ઇવેન્ટ માં વૈદેહી તંબોલી ચેમ્પિયન અને પ્રિયાંશીબા જાડેજા રનરઅપ થયાં હતાં. 14 વર્ષ થી નીચેના બોયસ કેટેગરી માં યજ્ઞેશ પરમાર ચેમ્પિયન અને જીનય ચંદરીયા રનરઅપ થયાં હતાં. આ કેમ્પ નાં કોચ તરીકે કેતન કનખરા, પ્રકાશ નંદા, દિનેશ કનખરા તથા જયેશ બી. મહેતા એ સેવા આપી હતી.
સુમેર સ્પોર્ટ્સ કલબ નાં સેક્રેટરી ધીરેનભાઈ ગલૈયા તથા JDTTA નાં પ્રમુખ વિક્રમ સિંહ જાડેજા એ પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતાં. આ તકે JDTTA નાં ઊર્મિલ શાહ, અવિનાશ પંડ્યા, સેક્રેટરી પ્રકાશ નંદા અને વેટરન ખેલાડી ગોહિલભાઈ દ્વારા ખેલાડીઓ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. તેમ મીડિયા ઇન્ચાર્જ ઉદયભાઈ કટારમલની યાદી જણાવે છે.