જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા હિતેશ દિનેશભાઈ ધંધુકીયા (ઉ.વ.25) નામના યુવાને સોમવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મંગળવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા ઉજીબેન ધંધુકીયા દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.