ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા ગુલાબબેન રવજીભાઈ ભેંસદડિયા (ઉ.વ.80) નામના વૃદ્ધાને છેલ્લા પંદરેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી તા.25 જુલાઈના રોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં વૃદ્ધાને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમ્યાન શનિવારે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એએસઆઈ એમ.પી.મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.