Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આર્થિક સંકળામણ અનુભવતા યુવકની મોતની છલાંગ

જામનગરમાં આર્થિક સંકળામણ અનુભવતા યુવકની મોતની છલાંગ

નિયો સ્કવેર બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવ્યું : નીપે પટકાતા સ્થળ પર મોત : પોલીસના પ્રાથમિક તારણમાં આર્થિક સંકળામણથી જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતો અને ઢોસા વાળાને ત્યાં નોકરી કરતા યુવકે ગુરૂવારે નિયો સ્કવેર બિલ્ડિંગના ચોથા માળેથી પડતુ મુકી મોતની છલાંગ લગાવી હતી. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 46 માં રહેતો અને રાજુભાઈ ઢોસાવાળાને ત્યાં વેઈટર તરીકે નોકરી કરતા શિવમ ચેતનભાઈ કલ્યાણી (ઉ.વ.21) નામના યુવકે ગુરૂવારે સાંજના 4 વાગ્યાના અરસામાં પી એન માર્ગ પર આવેલા નિયો સ્કવેર બિલ્ડિંગના ચોથા માળ પરથી પડતુ મુકી ઈન્કમટેકસવાળી શેરીમાં નીચે જમીન પર પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ યુવકનું મોત નિપજ્યું હોવાથી કરાયેલી જાણના આધારે પીએસઆઈ એસ વી સામાણી તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા આર્થિક સંકળામણ અનુભવતો હતો અને જેના કારણે જિંદગીથી કંટાળી આત્મહત્યા કર્યાના પ્રાથમિક તારણના આધારે તે દિશામાં જીણવટભરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular