જામનગર શહેરના નવાગામ ઘેડ માડમ ફળીમાં રહેતાં યુવકે છ મહિનાથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માડમ ફળીમાં રહેતાં ભાવેશ સુરેશભાઈ મકવાણા (ઉ.વ.22) નામના યુવકને છ મહિનાથી થયેલી માનસિક બીમારીની સારવાર ચાલુ હતી દરમિયાન બે માસથી ચામડીની બીમારી પણ થઈ હતી. યુવકને નાની ઉંમરમાં થયેલી બીમારીઓની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. બીમારીના કારણે જિંદગીથી કંટાળીને ભાવેશે સોમવારે સાંજના સમયે તેના ઘરમાં દિવાલમાં આવેલી બારીમાં કપડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ કરાતા 108 ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે મૃતકના ભાઈ જયેશના નિવેદનના આધારે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.