Monday, June 16, 2025
Homeરાજ્યકાલાવડ પંથકમાં યુવાનની આત્મહત્યા

કાલાવડ પંથકમાં યુવાનની આત્મહત્યા

રણુંજાના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા

કાલાવડ તાલુકાના રણુંજા ગામની સીમમાં ખેતમજૂરી કરતાં યુવાને પેટ અને માથાના દુખાવાથી કંટાળી તેના ઘરે પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના રણુંજા ગામની સીમમાં ડાયા નાથા પટેલના ખેતરમાં મજૂરી કામ કરતા મહેશ ભીખા તડવી (ઉ.વ.40) નામના આદીવાસી યુવાને થોડા સમયથી પેટનો અને માથાનો દુખાવો થતો હતો. આ દુખાવાના કારણે ગુમસુમ રહેતો હતો. દરમિયાન જીંદગીથી કંટાળી શનિવારે બપોરના સમયે ખેતરમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણના આધારે હે.કો. એસ.એસ.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular