જામજોધપુર નજીક આવેલી વાવડીયાની વાવ પાસે આવેલાં સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતાં યુવાનને છ મહિનાથી પેટનો દુખાવો થતો હોય જેનાથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામજોધપુરના સરકારી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર નજીક આવેલાં વાવડીયાની વાવની સીમ વિસ્તારમાં ભીમજીભાઇના ખેતરમાં મજૂરી કામ કરતાં રસીક ધીરૂભાઇ બારૈયા(ઉ.વ.22) નામના યુવાનને 6 માસથી પેટનો દુખાવો થતો હોય અને સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળીથી બુધવારે વહેલી સવારના સમય તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃત્કના પિતા ધીરૂભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એ.બી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથધરી હતી.
જામજોધપુર પંથકમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
પેટના દુખાવાની બિમારીથી કંટાળી જીંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી