જામનગર શહેરમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાયી પટેલ યુવાને ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા મકાન પર જઈને કોઇ કારણસર લાકડાની આડશમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા રઘુવીરપાર્ક શેરી નં.4 માં પ્લોટ નં.177/4 માં રહેતાં અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતાં ત્રિભુવનભાઈ વસંતભાઈ ઝાલાવડિયા (ઉ.વ.48) નામના પટેલ યુવાને બુધવારે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા તેના ઘરે ગયા હતાં અને ત્યાં રૂમમાં લાકડાની આડશમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ શૈલેષ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી. મૃતકની આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે અન્ય કોઇ કારણ જવાબદાર છે ? તે અંગેની વિગતો મેળવવા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.