Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરના જોગવડમાં સાસરિયાઓના ત્રાસની મહિલાની આત્મહત્યા

જામનગરના જોગવડમાં સાસરિયાઓના ત્રાસની મહિલાની આત્મહત્યા

મહિલાએ પાંચ દિવસ પૂર્વે ગળેફાસો ખાઇ જીંદગી ટૂંકાવી : મૃતકના ભાઇ દ્વારા સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

- Advertisement -

જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતી મહિલાને તેણીના સાસરીયાઓ દ્વારા અપાતા શારિરીક માનસિક ત્રાસથી કંટાળીને તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના ભાઇના નિવેદનના આધારે પોલીસે સાસરિયાઓ વિરૂધ્ધ મરી જવા મજબૂરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જોગવડ ગામમાં નિતાબેન ધનજીભાઇ વાધ (ઉ.વ.31)નામની મહિલાએ ગત તા.5ના રોજ સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવ બાદ મૃતકના ભાઇ રાજેશ સિંગ રખિયાએ મૃતકના પતી ધનજી ડાયા વાધ, સસરા ડાય વાધ, સાસુ દયાબેન ડાયા વાધ અને ગોવિંદ બગડા તથા કાજલબેન રમણીક વાધ નામના પાંચ શખ્સો દ્વારા મૃતક નીતાબેનને તેણીના લગ્ન જીવન દરમ્યાન અવાર-નવાર દહેજની માંગણી કરી શારીરિક-માનસીક ત્રાસ આપી મરી જવા મજબૂર કરતાં મહિલાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે ઇન્ચાર્જ પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે. પાંચ શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી સાસરીયાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular