Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારડાયાબિટીસ તથા મગજની બીમારીથી કંટાળી પ્રૌઢાનું અગ્નિસ્નાન

ડાયાબિટીસ તથા મગજની બીમારીથી કંટાળી પ્રૌઢાનું અગ્નિસ્નાન

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે પ્રૌઢાએ ડાયાબિટીસ તથા મગજની બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી હતી આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે રહેતાં સવિતાબેન નાગજીભાઈ ગલાણી (ઉ.વ.55) નામના પ્રૌઢાને ડાયાબિટીસ તથા મગજની બીમારી હોય આ બીમારીની છેલ્લાં પાંચ વર્ષથી દવાની ટીકડીઓ ખાતા હોય આમ છતા સારું થતું ન હોય, આ ટીકડીઓ ખાવાથી તેને પેટમાં બળતરા થતી હોય બીમારીથી કંટાળી જઇ સવિતાબેને તા. 03 માર્ચના રોજ સાંજના સમયે પોતાના ઘરે શાકનું તેલ શરીરે તથા પહેરેલ કપડામાં લગાડી દિવાસળી ચાંપી આત્મહત્યા કરી હતી. શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે નાગજીભાઈ ગલાણી દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ સહિતના સ્ટાફ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular