મેઘપર (પડાણા) પોલીસે આઠ મહિલાઓને રૂા. 1,95,000 ની કિંમતના ચોરાઉ કોપર કેબલના વાયર સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં અલગ અલગ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો. આ ચોરાઉ માલ સાથે મહિલાઓ સીક્કા પાટીયા પાસે હોવાની મેઘપર (પડાણા)ના હેકો હરદેવસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા તથા પો.કો. જયદેવસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા ઈન્ચાર્જ સર્કલ પીઆઇ વી.એસ. પટેલના માર્ગદર્શન મુજબ મેઘપર (પડાણા)ના પીએસઆઇ બી.બી. કોડીયાતર, એસ.પી. ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન બચીબેન ઘુસાભાઇ રાઠોડ, ગીતા ભાકુ રાઠોડ, મીના દેવા પરમાર, નંકા જુમા પરમાર, રતુ ચોથા પરમાર, સામુ રવિ પરમાર, શ્રધ્ધા વિપુલ પરમાર તથા વીજુ બળુ રાઠોડ નામની આઠ મહિલાઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,95,000ની કિંમતના અલગ અલગ સાઇઝના કોપર કેબલના વાયરના રોલ ઝડપી લીધા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.