કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં યુવતીને તેના પતિએ તેના પિતાના ઘરે રોકાવવાની ના પાડતા મનમાં લાગી આવતા જંતુનાશક દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતી મેનાબેન અરવિંદભાઈ ભુરીયા (ઉ.વ.18) નામની યુવતી તેના પતિ મોટા વડાળા ગામે મેળો કરવા આવી હતી અને યુવતીને તેના પતિએ કહેલ કે ભાગ્યુ રાખેલ વાડીએ સોયાબીન વાઢવાનું કામ બાકી છે જેથી આપણે ત્યાં જવાનું છે જેથી મૃતક યુવતીએ તેના પતિને હમણા થોડા દિવસ અહીં તેના પિતાના ઘરે રોકાવાનું કહેતા મૃતકના પતિએ તેને ના પાડી હતી અને તૈયાર થઈ સાથે આવવાનું કહેતા મૃતક યુવતીને માઠુ લાગી આવતા તા.26 ના રોજ સવારના સમયે મોટા વડાળા ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ ખેતીમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવતીને સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે રાજુભાઈ સીંગાળા દ્વારા પોલીસને જાણ કરાતા હેકો જી આઈ જેઠવા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.