જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતા જરીનાબેન હસનભાઈ સાંઢ (ઉ.વ.45) નામના મહિલાને છેલ્લાં બે વર્ષથી મગજની બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો.
તેથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે હેકો જે.કે. દલસાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.