કાલાવડ ગામમાં આવેલી સિલ્વર સોસાયટીમાંથી રહેતી તરૂણી ધો.9 માં નાપાસ થવાનું મનમાં લાગી આવતા મકાનની છતમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા પંજેતનનગરમાં સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં ઈસ્માઇલભાઈ જુસબભાઈ બ્લોચ (ઉ.વ.42) નામના ડ્રાઈવિંગ કરતા યુવાનની પુત્રી અસ્મીનબેન ઈસ્માઇલ બ્લોચ (ઉ.વ.14) નામની તરૂણી ધો.9 માં નાપાસ થઈ હતી અને નાપાસ થયાનું મનમાં લાગી આવતા તરૂણીએ બુધવારે રાત્રિના સમયે તેના ઘરની છતમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના પિતા દ્વારા કરવામાં આવતા હેકો જે.એચ. પાગદાર તથા સ્ટાફે બનાવસ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.