જામનગર શહેરના ગણેશવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગણેશવાસમાં ફુલિયા હનુમાનજી રામાપીરના મંદિર પાછળ રહેતાં પ્રવિણભાઈ દિનેશભાઈ પરમાર (ઉ.વ.30) નામના મજૂરી કામ કરતા યુવાનને ખેંચ અને માનસિક બીમારી હોય આ બીમારીથી કંટાળી જઈ સોમવારે સાંજના સમયે તેના ઘરે છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ બનાવની જાણ હેમાબેન દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.જી. વસાવા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.