ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં રહેતા દાહોદના વતની આધેડે તેના ઘરે પત્નીની કેન્સરની બીમારીમાં સારવાર કરાવવા છતા સારું ન થવાથી બીમારીનો ખર્ચ વધી જતા આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે મૂળ દાહોદ જિલ્લાના સાંજેલી તાલુકાના રહીશ જાલુભાઈ રામભાઈ સંઘાડા નામના 55 વર્ષના આધેડે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૂળ સાંજેલીના અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા મીનાબેન એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતકના પત્નીને કેન્સરની બીમારી હોય અને દવાથી પણ તેમને સારું ન થતાં અને દવાખાનાનો ખર્ચ તેમને પરવડે તેમ ન હોવાથી આર્થિક સંકળામણના કારણે તેમણે આ પગલું ભરી લીધું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.