જામનગર શહેરમાં ગાંધીનગર મોમાઈનગર શેરી નંબર 3માં રહેતા યુવાનને ક્યારેક ક્યારેક મગજ કામ કરતો ના હોય તેનાથી કંટાળી એસીડ પી આપઘાત કર્યો હતો. જામનગરમાં ગુલાબનગર વાલ્મીકીનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જિંદગી ટુકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ગાંધીનગર મોમાઈનગર શેરી નંબર 3ના છેડે રહેતા વેરસીભાઈ પરબતભાઈ માતંગ (ઉ.વ. 45) નો ક્યારેક ક્યારેક મગજ કામ કરતો ના હોય જેનાથી કંટાળી એસીડપી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તેજાભાઈ પરબતભાઈ માતંગના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરમાં ગુલાબનગર વાલ્મીકીનગરમાં રહેતા કાનજીભાઈ લાલજીભાઈ મકવાણા (ઉ.વ. 30) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અમિતભાઈ મનસુખભાઈ પરમારના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.