Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આ 5 મેડીકલ સ્ટોર્સ લોકોને લુંટતા હતા !, બાદમાં આવી કાર્યવાહી...

જામનગરના આ 5 મેડીકલ સ્ટોર્સ લોકોને લુંટતા હતા !, બાદમાં આવી કાર્યવાહી થઇ

મેડીકલ સ્ટોર્સ પર દરોડાની દેશમાં પ્રથમ ડ્રાઈવ

- Advertisement -

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હોસ્પિટલ ઉપરાંત મેડીકલ સ્ટોર્સમાં પણ મોટા પ્રમાણમાં લોકો જતા હોય છે. રાજ્યના દર્દીઓને મેડીકલ સ્ટોર્સ દ્વારા છેતરવામાં આવે છે કે નહી તે માટે ટોલમાપ વિભાગ દ્વારા રાજ્યભરમાં મેડીકલ સ્ટોર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 40 જેટલી મેડકલ સ્ટોર્સ-એકમોમાં તપાસ દરમિયાન પેકિંગ પર MRP સાથે છેડછાડ કરતા હોવાનું જણાતા રૂ.5 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાંથી જામનગરના પણ 5 મેડીકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

તોલમાપ તંત્ર દ્વારા દર્દીઓના હિતોને ધ્યાને લઇ દેશમાં પ્રથમ વખત આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજ્યના 40 મેડીકલ સ્ટોર્સ પૈકી જામનગરના 5 મેડીકલ સ્ટોર્સ જેમાં નવચેતન ઓર્થોપેડિક એપ્લાયન્સિસ દ્વારા પીસીઆર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હોવાથી, યોગેશ્વર મેડીકલ અને અરીહંત કોર્પોરેશન દ્વારા જે તે વસ્તુની મૂળ કિંમતમાં ચેકચાક કરવામાં આવતી હતી અને વધુ ભાવે લોકોને આપવામાં આવતી હોવાથી તેમજ આશિષ મેડીકલ સ્ટોર્સને ભાવ વધારા માટે અને હરીરામ ફાર્માને ડેકલેરેશન મામલે ક્ષતી જણાતા દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગર ઉપરાંત દંડ કરવામાં આવેલા એકમોમાં સૌથી વધુ 9 એકમો વડોદરાના છે. જ્યારે અમદાવાદના 5, રાજકોટના 6, સુરેન્દ્રનગરના 3, પાલનપુરના 4, મહેસાણાના 2, સાબરકાંઠાના 2 તથા કચ્છના 2 એકમોનો સમાવેશ થાય છે.

- Advertisement -

દર્દીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે રોગને કાબૂમાં લેવા માટે કોરોના સંબધી ઉપકરણો જેમકે ઓક્સીમીટર, ડીઝીટલ થર્મોમીટર, ઈન્ફ્રારેડ થર્મોમીટર, ઈસીજી મોનીટરસ સેનીટાઈઝર, માસ્કની બહોળા પ્રમાણમાં ખરીદી સતત વધી રહી છે. ત્યારે આ તમામ વસ્તુઓ પર ઉત્પાદક, પેકર, ઈમ્પોર્ટરનું નામ સરનામું પ્રોડકનું નામ એમઆરપી તમામકરવેરા સહિત દર્શાવવું ફરજીયાત છે. તેમાં કોઈ ચેડા ના સર્જાય તે હેતુસર દરોડા પાડવામાં આવ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular