Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયસમાનવ અંતરિક્ષ મિશનનું સફળ પરિક્ષણ

સમાનવ અંતરિક્ષ મિશનનું સફળ પરિક્ષણ

ઇસરોની વધુ એક સિધ્ધિ : અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઇ જઇ પરત લાવતા મોડયુલનું ટેસ્ટિંગ કરાયું

- Advertisement -

ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે ભારતે તેના નવા મિશન ‘ગગનયાન’માં પ્રથમ ટેસ્ટ ફલાઈટનું સફળ પરિક્ષણ કર્યુ હતું. સમાનવ અવકાશયાન મોકલવાના મહાત્વાકાંક્ષી આયોજનમાં અવકાશ યાત્રીઓને સલામત પરત લાવવાના ભાગરૂપે ‘ક્રુ’ એસ્કેપ સીસ્ટમ ટીવી-ડી-1ને શ્રી હરિકોટાના અવકાશ મથકેથી રવાના કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પરિક્ષણ આજે સવારે 10 વાગ્યે બીજા પ્રવાસે સફળ રહ્યું છે. પ્રથમ ઉડાન સવારે 8 વાગ્યે નિશ્ચિત થઈ હતી અને ટીમ-ઈસરોએ કાઉન્ટડાઉન પણ શરુ કરી દીધુ હતું પણ પાંચ સેક્ધડ સુધીમાં રોકેટ-ઈગનીશન સક્રીય ન થતા પરિક્ષણ ટેકનીકલ કારણોસર મુલત્વી રહ્યું હતું અને ફકત બે કલાકમાં જ આ ક્ષતિ દૂર કરીને ફરી તેને રવાના કરવામાં આવ્યું હતું.
સવારે વાતાવરણ હોવાથી આ પરિક્ષણમાં ટેકનીકલ ક્ષતિ સર્જાઈ હતી. આ ટેસ્ટ વ્હીકલ એ અવકાશયાત્રીઓ માટે તેઓને અવકાશમાં લઈ જવામાં મહત્વનો અને પરત મુસાફરી કે કટોકટીના સંજોગોમાં તેના મારફત પરત આવી શકાશે. આ ટીવી-ડીવન એ બંગાળના ઉતરાણ કરશે અને ભારત નૌકાદળના જહાજ મારફત તેઓને ભૂમિ પર લવાશે. સમાનવ અવકાશયાનમાં આ સમયગાળો અત્યંત મહત્વનો ગણવામાં આવે છે. આજે ઉડાન ભર્યાના 531.8 સેકન્ડ બાદ તે બંગાળના અખાતમાં પુન: ઉતરશે જે સ્થળ શ્રી હરિકોટાથી ફકત 10 કી.મી. જ દુર છે. આ માટે સિંગલ સ્ટેજ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ મીશનને ટેસ્ટ વ્હીકલ ડેમોસ્ટ્રેશન-1 (ટીવી ડી-1) નામ અપાયું છે.મુખ્ય કાર્યક્રમમાં રોકેટની ગતિ અવાજની ઝડપથી 1.2 ગણી વધુ હશે એટલે કે 1431 કીમી પ્રતિ કલાકની હશે તો ‘ક્રુ’ મોડયુલ અને ‘ક્રુ’ એસ્કેપ સીસ્ટમ અલગ થઈ જશે. જેને એસેન્ટ ફેજ કહેવામાં આવે છે. 16.7 કિમીની ઉંચાઈ આવતા જ ‘ક્રુ’ મોડયુલના નાના પેરેશુટ ખુલ્લી જશે અને જયારે મોડયુલ 2.5 કીમીની ઉંચાઈએ હશે તો મુખ્ય પેરેશુટ પણ ખુલી જશે અને ધીમે ધીમે તે દરિયામાં ઉતરાણ કરશે અને નૌકાદળના જહાજો તેને દરિયામાંથી જહાજમાં ખેંચી લેશે. આ પ્રકારે ચાર ટેસ્ટ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular