ભારતીય વાયુસેનાએ મંગળવારે INS દિલ્હી માંથી સુખોઈ ફાઈટર એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું મિસાઇલે ચોકસાઇ સાથે લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. વાયુસેનાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “આજે, પૂર્વીય કિનારેથી, વાયુસેનાએ સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું. મિસાઈલે લક્ષ્ય સાધવા માટે ભારતીય સેનાના સેવામુક્ત થઇ ચુકેલા જહાજપર સીધો પ્રહાર કર્યો હતો. આ પરીક્ષણ ભારતીય નૌકાદળના સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલનું અપગ્રેડ એર વર્ઝન થઈ રહ્યું છે. તેની રેંઝ 800 કિમી હશે. એટલે કે, આપણા ફાઈટર ઝેટ હવામાં રહીને દુશ્મનોના ઠેકાણને ધ્વસ્ત કરી શકે છે. ભારત સરકાર સતત ટેક્ટિકલ મિસાઈલની રેઝ વધારી રહ્યું છે. ફક્ત એક સોફ્ટવેર અપગ્રેડ કરવાથી મિસાઈલની રેંઝમાં 500 કિમીનો વધારો થઈ જાય છે. ભારતીય વાયુસેનાએ 40 સુખોઈ 30 MKI ફાઈટર ઝેટ પર બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ તૈનાત કરી છે. આ મિસાઈલ અત્યંત શક્તિશાળી છે.
તે જ સમયે, ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઇલ સાથે સફળ લાઇવ ફાયર ડ્રિલ પણ હાથ ધરી હતી. INS દિલ્હીએ અદ્યતન મોડ્યુલર લોન્ચરથી પ્રથમ વખત બ્રહ્મોસ મિસાઈલની લાઈવ ફાયર કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં દરિયામાંથી તરતા યુદ્ધ જહાજમાંથી નીકળતી મિસાઈલે તેની લાંબા અંતરની ચોકસાઈવાળી ફાયરપાવરનું પ્રદર્શન કર્યું હતું. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.
?અપગ્રેડ કરેલ મોડ્યુલર લોન્ચર દ્વારા #INSDelhi માંથી #BrahMos મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું#AatmaNirbharBharat #CombatReady #Credible #FutureProofForce pic.twitter.com/Cu4bOqZ2sR
— DD News Gujarati (@DDNewsGujarati) April 20, 2022