Monday, December 23, 2024
Homeરાજ્યમીઠાપુરના આસામીની ફ્રોડ થયેલી રકમ પરત અપાવા સાયબર સેલને સફળતા

મીઠાપુરના આસામીની ફ્રોડ થયેલી રકમ પરત અપાવા સાયબર સેલને સફળતા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની ન્યુ મર્ચન્ટ ફોલોની ખાતે રહેતા છોટાલાલ કાન્તિલાલ શનિશ્વરા નામના એક આસામી સાથે ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ટીડીએસ બાબતે ગૂગલ સર્ચમાંથી બેન્ક ઓફ બરોડાના રિજનલ મેનેજનો નંબર સર્ચ કરી કોલ કરતા સામે રહેલા આસામી દ્વારા ઓરિજનલ મેનેજરની ખોટી ઓળખ આપી અને ઉપરોક્ત બનનાર છોટાલાલ શનિશ્વરાને વિશ્વાસમાં લઈ અને એનીડેસ્ક (અક્ષુમયતસ) એપ્લિકેશન તેમના મોબાઇલમાં ડાઉનલોડ કરવામાં આવી હતી અને આ રીતે તેમની સાથે રૂા.49,498 ની છેતરપિંડી થવા પામી હતી.

- Advertisement -

આ અંગેની જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલ વિભાગને કરવામાં આવતા કરવામાં આવતા અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા પી.આઈ. કે.બી. યાગ્નિકના વડપણ હેઠળ કાર્યરત ટીમ દ્વારા તાકીદે જરૂરી કાર્યવાહી કરી અને પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે તેમને ઉપરોક્ત રકમ પરત અપાવવામાં સફળતા મળી હતી. મોબાઈલ ફોનમાં આવતા કોઈપણ પ્રકારના ફ્રોડ કોલ કે બેંકની માંગવામાં આવતી માહિતીનો જવાબ ના આપવા તેમજ ગૂગલ સર્ચમાંથી પણ અપાતા કસ્ટમર કેર નંબરનો વિશ્વાસ નહીં કરવા બેંકની માહિતી, ઓટીપી, ગુપ્ત પીન વિગેરે નહીં આપવા જિલ્લા સેલ દ્વારા લોકોને વધુ એક વખત અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular