વોર્ડ નં.1માં 10 વર્ષ પૂર્વે પાણીનો સમ્પ બનાવ્યો હોવા છતાં હજુ સુધી આ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય વોર્ડ નં.1ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા આજે યોજાયેલ જનરલ બોર્ડમાં ઉગ્ર રજુઆત કરી હતી. અને આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કિનાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.1 મા પાણી નો સંપ દસ વર્ષ પહેલા બનાવ્યો હોવા છતા સંપ ના 1 કિલોમીટર ના વિસ્તાર માં આજ દિવસ સુધી પાણીની સમસ્યા લોકો માટે માથા નો દુખાવો બની છે. જેમાં બેડી વિસ્તાર ના દિગ્વિજય સોલ્ટ, માધપુર ભૂંગા ના કોળી વિસ્તાર વાળો તેમજ ઇદ મસ્જિદ વાળો અને જુમ્મા મસ્જિદ ની બાજુ વાળી ગલી માં અને જોડિયાભુંગાં ભાડેલા પાડો, ગુલાબશા દાદા વાળો પાછળ નો વિસ્તાર તેમજ બેડી ના ખારી વિસ્તાર, હોળી ફળી, રેલ્વે ટ્રેક વાળો,ઇમામે આઝમ ચોક, સચાણા નો ટીંબો, સતારભાઈ પાન વાળી, રજુબાપુ વાળો, હેદરે કરાર ચોક, જડિયા પીર વાળો અમુક વિસ્તાર માં તેમજ રઝા નગર માં આજ દિવસ સુધી પાણી ની પાઇપ લાઈનો નાખવામાં આવી નથી અને જયા પાણી ની પાઇપ લાઈનો છે તેવા મચ્છીપીઠ, ચાંદની ચોક, ફારુકે આઝમ ચોક, બોન્ડમિલ, પણાખાણ, એકડે એક શા પીર , દિવેલિયા ચાલી, વેશાલી નગર અને ધરારનગર ના છેવાડા માં વિસ્તારો માં લોકો ને પાણી પૂરું અને સમયસર મળતું ન હોય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે જામનગર મહાનગર પાલિકા ના જનરલ બોર્ડ માં કોંગ્રેસ ના યુવા કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને જામ્યુકોનું તંત્ર આ વિસ્તારમાં કિનાખોરી રાખતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.