ભારતીય નૌકાદળમાં સ્વદેશી નિર્મિત છ કલવરી ક્લાસ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત સામેલ કરવામાં આવશે. જેમની પહેલી ચાર સબમરીનનો ભારતીય નૌકાદળમાં સમવેશ કરી દેવામાં આવ્યો છે. પાંચમી કલવરી ક્લાસ સબમરીન ’ઈંગજ વાગીર’ આજે ભારતીય નૌકાદળમાં જોડાવા જઈ રહી છે. આ આયોજિત સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ સબમરીન ’વાગીર’ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. ખઉકએ નવેમ્બર 2022માં આ પાંચમી સબમરીન નૌકાદળને હસ્તે આપી હતી. કમાન્ડિંગ ઓફિસર જણાવ્યું હતુ કે, આ સબમરીન નૌકાદળ અને દેશની સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત તેમણે એવી પણ વાત કરી હતી કે, સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટું છે. જેનાથી આગામી દિવસોમાં આપને સંરક્ષણ ક્ષેત્રે ખુબ મદદ મળી શકે છે.