આપણા દેશનું ભવિષ્ય એટલે આપણી આવનારી પેઢી અને આજના વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવીને આપણા દેશનું નામ રોશન કરશે. ત્યારે આજની શૈક્ષણિક પદ્ધતિની વાત કરીએ અને આજની પેઢીની વાત કરીએ તો બાળકોને સતત કેટલાંય પ્રશ્ર્નો ઉદભવતા હોય છે. જેના જવાબો માટે તેઓ સતત મહેનત કરી રહ્યા ોય છે. ત્યારે જામનગરની વાત કરીએ તો સતત કંઈક નવું જાણવાની તત્પરતા હોય તેવા વિદ્યાર્થીઓ અને સતત આ વિદ્યાર્થીઓને કંકઇ નવું શિખવવાનો ઉત્સાહ હોય તેવા શિક્ષકોની જોડી એટલે મોદી સ્કૂલ. બાળકોની આ તત્પરતાને ધ્યાને લઇને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શાળાએ એક સાઈટ વિઝીટનું આયોજન કર્યુ હતું.
જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ શહેરની જાણીતા પેપર ‘ખબર ગુજરાત’ની મુલાકાતે આવ્યા હતાં. મીડિયા શું કામ કરે છે ? કેવી રીતે કામ કરે છે? પેપર કઇ રીતે બને છે ? ન્યુઝ કઇ રીતે કલેકટ થાય છે ? પ્રિન્ટ કઈ રીતે થાય છે ? વગેરે પ્રશ્ર્નોના ઉત્તર જાણવા માટે મોદીસ્કુલના સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એ ‘ખબર ગુજરાત’ ન્યૂઝની મુલાકાત લીધી હતી. આ તકે આશરે 80 જેટલા વિદ્યાર્થીઓએ બે ટીમમાં ખબર ગુજરાતની ઓફિસે તેમજ પ્રેસરૂમની વીઝીટ કરી હતી.
આ તકે ‘ખબર ગુજરાત’ના નિવાસી તંત્રી નેમિષ મહેતા તેમજ તેમની પૂરી ટીમે સાથે મળીને બાળકોને ન્યૂઝ પેપર કઇ રીતે તૈયાર થાય છે તેની સંપૂર્ણ વિગત આપી હતી. બાળકોએ પુરા ઉત્સાહથી આ તમામ માહિતી મેળવી હતી અને પોતાના માનસ પર ઉદભવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ હતું. આજના આ ડીજીટલ યુગમાં ન્યુઝપેપર અને ડીજીટલ મીડિયા કઇ રીતે અલગ પડે છે ? અને આ સમગ્ર ન્યુઝ જે લોકો સુધી પહોંચે છે તેમાં કોનો કોનો કેટલો ફાળો છે ? તે તમામ બાબતો વિદ્યાર્થીઓ એ અહીંથી જાણી હતી. કઇ કઇ પ્રકારના પેપર હોય, કેટલા પેઈજ હોય, કયા ન્યુઝ કયા પેઈઝ પર છપાય છે ? એડવાટાઈઝમેન્ટનું શું મહત્વ છે ? વગેરે જેવા પ્રશ્ર્નો દ્વારા બાળકોએ ઉંડાણથી ન્યુઝ મીડિયા કેવી રીતે કાર્ય કરે છે તે જાણ્યું હતું.
ત્યારબાદ અમુક વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ ડીજીટલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. સમગ્ર સ્ટાફ અને ટીમ સાથે વિદ્યાર્થીઓએ દરેક નાનામાં નાની માહિતી મેળવી ને ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક આ વિઝીટ કરી હતી. આ સાથે ખબર ગુજરાત પરિવારે પણ દરેક વિદ્યાર્થીને ન્યુઝ વાંચનના મહત્વને સમજાવતા એક નાનકડી યાદી સાથે દરેક વિદ્યાર્થીઓના ઉત્સાહને આવકાર્યો હતો.


