જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસેથી બાઈકમાં જતાં બે યુવાનોને પાછળથી આવતી લકઝરી બસના ચાલકે આંતરીને ત્રણ શખ્સોએ બંને યુવાનોસાથે ગાળાગાળી કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના ઢીચડા રીંગ રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતો નિતિનકુમાર જેશાભાઈ કોડિયાતર નામનો વિદ્યાર્થી યુવક મયુરભાઈ સાથે તેમની એચઆર-20-ટી-7368 નંબરના બાઈક પર શુક્રવારે સવારના સમયે સાત રસ્તા સર્કલ પાસેથી જતાં હતાં તે દરમિયાન પાછળથી આવતી જીજે-10-ટીવાય-0775 નંબરની બસના ચાલકે હોર્ન મારતા બાઈક ચાલકે હોર્ન મારવાની ના પાડી હતી. જેથી બસના ચાલકે બાઈક સાઈડમાં રખાવી ચાલક સહિતના ત્રણ શખ્સોએ બંને યુવકો સાથે ગાળાગાળી કરી હાથાપાઈ કરી માર માર્યો હતો. તેમજ ચાલકે કડા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત અજાણ્યા શખ્સે પતાવી દેવાની ધમકી આપી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં ઈજાગર્ત દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.