Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયછાત્રોને ઇજનેર બનવામાં રસ નથી

છાત્રોને ઇજનેર બનવામાં રસ નથી

રાજયની 130 એન્જીનિયરીંગ કોલેજોની 51,381 પૈકી 29,419 બેઠક ખાલી

- Advertisement -

ઇજનેરી અભ્યાસક્રમનો મોહ ઘટતો રહ્યો હોય તેમ રાજ્યમાં પ્રથમ રાઉન્ડના અંતે 57 ટકા બેઠકો ખાલી રહી છે. એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા ઇજનેરી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ જાહેર કર્યો છે. તેમાં 21962 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો તેનો અર્થ એવો થાય છે કે રાજ્યમાં ઉપલબ્ધ ઇજનેરી બેઠકોમાંથી 29419 ખાલી રહી હતી. સરકારી, ખાનગી તથા ગ્રાન્ટેડ મળીને 130 એન્જીનીયરીંગ કોલેજોમાં કુલ 51381 બેઠકો છે.
પ્રવેશ કમીટીના કહેવા પ્રમાણે પ્રથમ પ્રોવિશ્નલ મેરીટ લીસ્ટમાં 29014 વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી 24229 વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજોની તક આપવામાં આવી હતી. 19 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 7214 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે જ્યારે 114 ખાનગી કોલેજોમાં 14748 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

- Advertisement -

રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 11411 બેઠકો છે તે પણ સંપૂર્ણ ભરાઈ નથી. 20 ખાનગી કોલેજોમાં બેઠક સંખ્યા 34810 છે. જો કે તેમાં મેનેજમેન્ટ કે એનઆરઆઈ ક્વોટાનો સમાવેશ થતો નથી તેની ગણતરી કરવામાં આવે તો કુલ ઇજનેરી બેઠકો 64000 થવા જાય છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 9મી સપ્ટેમ્બર સુધીમાં ટોકન ફી ભરવી પડશે.
રસપ્રદ વાત એ છે કે આઈઠી, મીકેનીકલ, સીવીલ જેવા અભ્યાસક્રમોમાં મોટી માત્રામાં બેઠકો ખાલી રહી શકે છે. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સમાં પણ બહુ સીટ ભરાઈ છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે દાયકામાં ચિત્ર બદલાઈ ગયું છે. ભુતકાળમાં બેઠકો ઓછી હતી, વિદ્યાર્થીઓ વધી પડતા. જો કે, આ ગાળામાં ઢગલાબંધ નવી ઇજનેરો કોલેજો શરૂ થતા સ્થિતિ બદલાઈ છે. હવે પસંદગીની કોલેજો મેળવવાનો ટ્રેન્ડ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular