Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પરીક્ષા બાદ સુપરવાઈઝર ઉપર વિદ્યાર્થીનો હુમલો

જામનગરમાં પરીક્ષા બાદ સુપરવાઈઝર ઉપર વિદ્યાર્થીનો હુમલો

- Advertisement -

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલનગર પાસે આવેલ સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા યુવક ઉપર પરીક્ષાર્થી એ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી એકટીવાની ચાવીનો ઘા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલનગરમાં આવેલી સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં મંગળવારે ધો.10 ની પરીક્ષામાં સુપરવાઈઝર રહેલી નુરમામદ મુસ્તુફા ખીરા એ પરીક્ષામાં દેવાંગ પરેશ આશાવર નામનો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને પરેશાન કરતો હતો. તેથી સુપરવાઈઝર નુરમામદે દેવાંગને સમજાવ્યો હતો. જે બાબતનો ખાર રાખી સાંજના સમયે પેપર પૂર્ણ થયા બાદ સ્કૂલના ગેઈટની બહાર નિકળતા જ નુરમામદ ખીરાનેે દેવાંગએ અપશબ્દો બોલી એકટીવાની ચાવી વડે ડાબી આંખ પાસે ઘા માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં સુપરવાઈઝર દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એ.કે. ડાંગર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular