અનુસ્નાતક અભ્યાસ ક્રમમાં ફાઇનલ યર રેસિડેન્ટ ડોકટરોની સેવા તથા હોસ્ટેલ એકોમોડેશન અને સ્ટાઇપેન્ડ ચાલુ રાખવાની માંગ સાથે જી.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા વિરોધ કરાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા પીજી ડીગ્રી અને ડિપ્લોમા ફાયનલયર રેસિડેન્ટ ડોકટરોની રેસિડેન્સી બાદના લંબાતા સમયગાળાની સેવાને તેઓના બોન્ડમાંથી 1:1 લેખે મજરે આપવા તેમજ ચાલુ વર્ષે પીજી ડીગ્રી અને ડિપ્લોમા ફાયનલયરના રેસિડેન્ટ ડોકટરોને રિસીડેન્સીનો સમયગાળો પૂર્ણ થયેથી છુટા ન કરતાં તેમની સેવા ત્રણ માસ માટે લંબાવવા સહિત રેસિડેન્ટ ડોકટર ફાયનલ યર પરીક્ષા સફળતાપૂર્વક પાસ ન કરે તેને 75,000નો સ્ટાઇપેન્ડ સાથે ત્રણ માસ માટે લંબાવી રેસિડેન્સી પૂર્ણ કરવા સહિતના ઠરાવો કરાયા હતાં. જે અંગે તબીબો દ્વારા આજરોજ એકઠા થઇ વિરોધ દર્શાવ્યો હતો.