Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નિવાસી ડોકટરોની હડતાલ, દર્દીઓને હાલાકી

જામનગરમાં નિવાસી ડોકટરોની હડતાલ, દર્દીઓને હાલાકી

નિટ પીજી કાઉન્સિલીંગ મુદ્દે કોઇ નિર્ણય ન આવતાં જામનગરના નિવાસી તબીબો ઓપીડીથી દૂર રહ્યાં : ઇમરજન્સી સેવાઓ ચાલુ

- Advertisement -

નિટ પીજીનું કાઉન્સિલીંગ સતત મોકૂફ રાખવાના કારણે દેશમાં ઉભી થયેલી નિવાસી ડોકટરોની અછતના કારણે હાલના નિવાસી ડોકટરો પર વધી રહેલા કામના ભારણના વિરોધમાં છેલ્લા કેટલાંક દિવસોથી આંદોલન ચલાવી રહેલા જામનગરના નિવાસી તબીબો આજે તબીબોએ ઓપીડી સેવા પાછી ખેંચી લેતાં જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જામનગર મેડિકલ કોલેજના નિવાસી તબીબોએ ગઇકાલે મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યા બાદ આજે સવારથી ઓપીડી સેવા બંધ કરી દીધી હતી. તબીબોએ કોલેજ પરિસરમાં ધરણા પર બેસીને પોસ્ટરો સાથે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

- Advertisement -

જુનિયર ડોકટર એસોસિએશનના જણાવ્યાનુસાર મોટાભાગના સ્થળોએ માત્ર બે બેચના નિવાસી તબીબો હોસ્પિટલ ચલાવી રહ્યાં છે. સાથેસાથે કોવિડ-19ની ફરજો પણ બજાવી રહ્યાં છે. જેના કારણે કામના વધતા ભારણ વચ્ચે તેઓ તબીબી શિક્ષણ મેળવવા પર પુરતો સમય ફાળવી શકતા નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નિટ પીજીની કાઉન્સેલિંગ તાત્કાલિક કરવાની માગણી કરવામાં આવી છે. જેથી ડોકટરો પર કામનું ભારણ ઘટાડી શકાય. આજે ડોકટરોની હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. પરંતુ આ અંગે જો ત્વરિત કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાઓ પણ પરત ખેંચી લેવાની ચેતવણી આપવામાં આવી છે. જ્યાં સુધી કાઉન્સિલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી તેમની મદદ માટે જુનિયર મેડિકલ ઓફિસરની નિમણૂંક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે.

- Advertisement -

ડોકટરોની હડતાલને કારણે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ મેલેરિયા, ડેંન્ગ્યૂ જેવો વાયરલ રોગચાળો વકરી રહ્યો છે. તેમજ કોરોનાની ત્રીજી લ્હેરની આશંકા પણ મજબૂત બની છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે પણ સારવાર માટે દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular