સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાની જામનગર રીજીયનની બ્રાંચો દ્વારા બિનજરૂરી સામૂહિક બદલી સહિતના પ્રશ્ર્ને કર્મચારીઓ આજથી બે દિવસની હડતાલ ઉપર ઉતર્યા હતાં અને બેંકની બહાર પોસ્ટરો દર્શાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના કર્મચારીઓ દ્વારા બિનજરૂરી સામૂહિક બદલી અને તા.24/05/2022 ની સમજૂતીનો મેનેજમેન્ટ ભંગ કરી રહેલ હોય તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને કામદારોને હેરાન કરવા મેનેજમેન્ટના બદ ઈરાદાના આક્ષેપ સાથે જ્યાં સુધી બદલીઓ પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી બેંક કર્મચારીઓ વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. જામનગર સહિત ભારતભરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયના કર્મચારીઓ આજથી બે દિવસની હડતાલ ઉપર ઉતર્યા હતાં.