રાજકોટમાં રેલ-વેની ડિવિઝનલ કચેરી સમક્ષ ૫૦૦ જેટલાં કર્મચારીઓ ગઈકાલે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી ધરણાં પર બેઠા હતા અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી ઉઠાવી હતી.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ ડિવિઝન બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમા વેતન આયોગના ગઠન અને અન્ય પડતર માંગણીઓ પુરી કરવા તથા ભારતીય રેલ્વેને નિજીકરણ અને નીયમીકરણથી બચાવવા તેમજ એન.પી.એસ. રદ કરીને બધા રેલકર્મચારીઓને ઓ.પી.એસ. બહાલ થાયતેવી માંગણી સહિત અન્ય અનેક નાની મોટી માંગણીઓ રજુ કરીને કર્મચારીઓએ હડતાલ પાડી હતી.