Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ગત્રાત્રિના પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી - VIDEO

જામનગર શહેરમાં ગત્રાત્રિના પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી – VIDEO

જામનગર શહેરમાં ગત્રાત્રિના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વાહનચાલકો પાસેથી વાહનના કાગળો, લાયસન્સ સહિતની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં લુખ્ખાગીરી અને ટ્રાફિક વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જાય છે. શહેરના મુખ્ય માર્ગો પર દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સામાન્ય બની ગઇ છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક અને કારચાલકો બેફામ પોતાના વાહનો ચલાવી પ્રજાને પરેશાન કરતાં હોય છે. જો કે, આવા વાહનચાલકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કયારેક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આવા વાહનચાલકો બેફામ પોતાના વાહનો લઇને મુખ્ય માર્ગો પરથી બેરોકટોક પસાર થતાં હોય છે. પોલીસ દ્વારા છેલ્લા થોડાંક સમયથી નાઇટ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત રાત્રિના સમયે બાઇક તથા કારચાલકોનું ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, ચેકિંગ કાર્યવાહી સારી બાબત છે પરંતુ દિવસે પણ આવા વાહનચાલકોે પોલીસના ડર વગર પોતાના વાહનો મરજી મુજબ ગતિએ ચલાવતા હોય છે. ત્યારે પોલીસે રાત્રિની સાથે સાથે દિવસે પણ કડક ચેકિંગ કાર્યવાહી હાથ ધરી આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઇ છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular