જામનગર પોલીસ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવતા ચાલકો વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી બ્લેક ફિલ્મ લગાવતા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનોમાંથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી.