ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિંત બની આપી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી.
પરીક્ષાર્થીઓ ૧૨ :૧૦ વાગ્યા પહેલા વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરેલ હતુ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૪૧ પરીક્ષા કેન્દ્રોમાં ૧૦૧૪૦ ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી રહ્યા છે જેમા ભાણવડમા 5 કેન્દ્ર ફાળવવામા આવેલ હતા ભાણવડના તમામ કેન્દ્ર ઉપર પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાણવડના પીએસઆઈ પી.ડી.વાંદા ,ભાણવડના મામલતદાર હિરલબેન ભલાળા તેમજ Dysp હાર્દિક પ્રજાપતિએ પણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહિલાઓનું મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.