જામનગર શહેર અને જિલ્લમાં ફરતા કાળા કાચવાળા વાહનો ઉપર કડક કાર્યવાહી અંતર્ગત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં 20 જેટલા ફોરવ્હીલના કાળા કાચ હટાવી દંડ વસૂલવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં બ્લેકફિલ્મની મનાઈ હોવા છતાં અનેક વાહનોમાં બ્લેક ફીલ્મ લગાડેલી હોય છે જે ગેરકાયદેસર છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આવી બ્લેક ફિલ્મ દૂર કરવા માટે ગઈકાલે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રો આઈપીએસ અજયકુમાર મીણાના તથા સ્ટાફ દ્વારા ખંભાળિયા બાયપાસ પાસે ચેકિંગ કાર્યવાહી અંતર્ગત પસાર થતા બ્લેકફિલ્મવાળી કારોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી દંડ વસૂલવાની કામગીરી અંતર્ગત 20 જેટલી કારોમાંથી બ્લેક ફિલ્મ હટાવી દંડની વસૂલાત કરવામાં આવી હતી.