જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તા.1/8/2022 થી તા. 15/8/ 2022 સુધી સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય જેના ભાગરૂપે કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના મુજબ તા.2 થી 13 સુધી જામનગરના અલગ-અલગ જાહેર વિસ્તારોમાં શેરી નાટક નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તા.2/8/2022 થી તારીખ 13/ 8/2022 સુધી નિયમિત સાંજે 7:00 થી 8:00 દરમિયાન શહેરના વોર્ડ નંબર 1 થી 16 માં શેરી નાટકો યોજાનાર છે. જેમાં તા. 2 /8 /2022 ના રોજ વોર્ડ નં. 5 DKVચોક સર્કલ ,તા. 3/8 /2022 ના રોજ વોર્ડ નં. 8 પટેલ સમાજ ચોક, તા. 4/ 8/ 2022 ના રોજ વોર્ડ નં. 7 એમ્યુઝમેન્ટ પાર્ક જંકશન, તા. 5 /8 /2022 ના રોજ વોર્ડ નં. 9 પંચેશ્વર ટાવર ચોક ,તા. 6/8/ 2022 ના રોજ વોર્ડ નં.13 હવાઈ ચોક સર્કલ, તા. 7/8/ 2022 ના રોજ વોર્ડ નં. 11 ગુલાબ નગર મેહુલ મેડિકલ વાળો ચોક, તા. 8/8/2022 ના રોજ વોર્ડ નં. 4 ખાતે ગાયત્રી ચોક, (કિલ્લોલ વિદ્યાલય) પાસે, તા. 9 /8/2022 ના રોજ વોર્ડ નં. 15/16 કીર્તિ પાન પાસે, તા. 10/ 8/ 2022 ના રોજ વોર્ડ નં. 6 દિગ્જામ સર્કલ ચોક, તા. 11/ 8/ 2022 ના રોજ વોર્ડ નં. 2 રામેશ્વર ચોક ખાતે ,તા.12 /8/ 2022 ના રોજ વોર્ડ નં.3 પટેલ સમાજ ચોક વિકાસ ગૃહ રોડ ,તા.13/8/ 2022 ના રોજ વોર્ડ નં. 14 58- દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક ખાતે શેરીનાટક યોજાશે , આ શેરી નાટક દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમને વેગ મળે તેવો આશય છે આ આ શેરી નાટક માં એન.ડી. ક્રિએટિવ ગ્રૂપના કલાકારો અભિનયના ઓજસ પાથરશે તથા દેશભક્તિની થીમ પર દેશના વીર શહીદો ભગતસિંહ , રાણી લક્ષ્મીબાઈ ,સુભાષચંદ્ર બોઝ, સહિતના પાત્રો ભજવી વીર શહીદોની ખુમારીની ગાથા વર્ણવી સમગ્ર જામનગરમાં ચોકે – ચોકે જઈ નાગરિકોમાં દેશદાઝની ભાવના જગાવશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જામનગરમાં વસતા તમામ નાગરિકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર થાય તમામ નાગરિકો તિરંગા નું મહત્વ સમજે તેવો રહ્યો છે, તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં શહેરના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે જામનગર મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ-કર્મચારીઓએ શેરી નાટક ની તૈયારી માટે કમર કસી છે .
જામનગરના ચોકે ચોકે યોજાનાર શેરી નાટકના કાર્યક્રમનું સમગ્ર આયોજન કમિશનર વિજય કુમાર ખરાડી ,નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસી. કમિશનર બી.જે. પંડ્યા , સિટી એન્જિનિયર ભાવેશ જાનીની રાહબરી હેઠળ વિવિધ વિભાગોના વડા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, એસ્ટેટ વિભાગનાં નિતીન દીક્ષિત, લાઈટ શાખાના ઋષભ મહેતા, સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા, U.C.D. વિભાગના મેનેજર વિપુલ વ્યાસ, હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.