જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતા આધેડ તેના ઘરે બાઈક પર જતા હતાં તે દરમિયાન કોટડાબાવીસી ગામ નજીક રસ્તામાં રખડતા ઢોર આડા ઉતરતા બાઈક સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતાં મુરુભાઈ દુદાભાઈ બેરા (ઉ.વ.50) નામના આધેડ ગત તા.23 ના રોજ વહેલીસવારના 05:15 વાગ્યાના અરસામાં બાઈક પર તેના જામજોધપુરથી વનાણા તેના ઘરે જતા હતાં ત્યારે રસ્તામાં કોટડાબાવીસી ગામ નજીક પહોંચ્યા ત્યારે રખડતા ઢોર બાઈક આડે ઉતરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. જેના કારણે આધેડને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની રૂડીબેન દ્વારા જાણ કરાતા હેકો ડી એમ કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.