Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ઈન્દીરા સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ બાઈક સળગાવ્યું

જામનગરની ઈન્દીરા સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ બાઈક સળગાવ્યું

પ્રૌઢનું પાર્ક કરેલા બાઈકમાં આંગ ચાંપી: આ જ વિસ્તારમાં મહિલાના મોબાઇલની ચોરી : પોલીસ દ્વારા બન્ને ગુનાની તપાસ

- Advertisement -

જામનગર શહેરના ઈન્દીરા સોસાયટી વિસ્તારમાં દરજી કામ કરતા પ્રૌઢનું બાઈક અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર સળગાવી નાખ્યું હતું અને આ જ વિસ્તારમાં રહેતાં મહિલાનો મોબાઇલ ઘરમાંથી કોઇ શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દીરા સોસાયટી શેરી નં.1 મા રહેતાં શશીકાંતભાઇ પરશોતમભાઈ મકવાણા નામના પ્રૌઢનું તેના ઘર પાસે પાર્ક કરેલું જીજે-10-સીપી-4171 નંબરનું બાઈક ગત તા.19 ની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર સળગાવી અને નાશી ગયા હતાં. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ જ વિસ્તારમાં રહેતા રાધાબેન મનોજભાઇ બદ્રખિયા નામના મહિલાના ઘરમાં ટીવી સ્ટેન્ડના પાટીયા નીચે રાખેલો રૂા.8000 ની કિંમતનો મોબાઇલ ગત તા.16 ના રાત્રિના અડધી કલાકના સમય દરમિયાન કોઇ તસ્કર ચોરી કરી ગયો હતો. જેની જાણ કરતા પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular