Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે તોફાની વરસાદ

જામનગરમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે તોફાની વરસાદ

- Advertisement -

રાજયના હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર અને દ્વારકા જિલ્લામાં શનિવારની રાત્રિના સમયે તેજ પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદે 2 ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું જેમાં જામનગર શહેરમાં એક ઈંચ અને ધ્રોલના લતીપુરમાં પોણા બે ઈંચ પાણી પડયું હતું. જોડિયા અને ધ્રોલમાં વધુ અડધો અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા જામનગર-દ્વારકા સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ શનિવારે રાત્રિના સમયે જામનગર શહેર અને જિલ્લામાં સુસવાટા મારતા પવન, વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ ચાલુ થયો હતો અને થોડીવાર તોફાની વરસાદ બાદ ધીમી ધારે પોણો ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને લાલપુરના ભણગોર, જામનગરના લાખાબાવળમાં સવા-સવા ઈંચ અને કાલાવડના નિકાવા, વસઇમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ જોડિયા અને ધ્રોલમાં પણ પવન અને વીજળીના ચમકારા સાથે અડધો-અડધો ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. જામજોધપુરમાં અડધો ઈંચ અને કાલાવડ તથા લાલપુરમાં જોરદાર ઝાપટાં પડયા હતાં.
જામનગર તાલુકાના દરેડ, અલિયાબાડા, ધુતારપુર, જામવણથલી, ફલ્લામાં અડધો અડધો ઈંચ વરસાદ તથા મોટી બાણુગારમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જોડિયા તાલુકાના પીઠડમાં પોણો અને હડિયાણામાં અડધો તથા બાલંભામાં સામાન્ય ઝાપટું પડયું હતું. ધ્રોલના જાલિયા દેવાણીમાં અડધો અને લૈયારામાં સામાન્ય ઝાપટું તથા કાલાવડ તાલુકાના ખરેડીમાં પોણો ઈંચ અને મોટા પાંચદેવડા, મોટા વડાળા, ભ.બેરાજા અને નવાગામમાં અડધો-અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જામજોધપુરના સમાણામાં પોણો ઈંચ અને વાંસજાળિયા, ધુનડા, ધ્રાફામા અડધો – અડધો ઈંચ તથા પરડવા અને જામવાડીમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. લાલપુર તાલુકાના પડાણામાં પોણો ઈંચ અને મોટા ખડબામાં અડધો ઈંચ અને ડબાસંગ અને પીપરટોડામાં સામાન્ય ઝાપટું પડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular