રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધવાની બીજી તરફ વ્યાજદરોમાં પણ વધારો થવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા હતો. રશિયા- યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં વધવાની ભીતિ ઉદ્ભવતા વિશ્વના શેરબજારોમાં ઘટાડા સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
રશિયા – યુક્રેન યુધ્ધના પગલે સપ્લાય કટોકટીમાં ફસાયેલું હોઈ વૈશ્વિક અર્થતંત્રને ભારે નુકશાન જવાની દહેશતે વૈશ્વિક બજારોની સાથે ગત ભારતીય શેરબજારમાં સતત અફડાતફડીના અંતે શેરોમાં ધોવાણ વધતું જોવાયું હતું. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ૦.૭૫% વધારો કરવામાં આવશે એવા અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ઘટવા છતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં વધારો છતાં ફુગાવાની પડકારરૂપ સ્થિતિને લઈ ચિંતા વધવા લાગતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલી જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ગત સપ્તાહે એપ્રિલ માસમાં જાહેર થયેલા રીટેલ ફુગાવાના આંકડા નિરાશાજનક રહ્યાં હતા. એપ્રિલમાં રીટેલ ફુગાવો છેલ્લા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે રહેતા કેન્દ્ર સરકાર, આરબીઆઇ અને દેશની પ્રજાની ચિંતામાં વધારો થયો છે. સતત વધી રહેલા ફુગાવાને પગલે બેંકો લોનના વ્યાજ દર વધારશે અને તેના લોનના હપ્તાની રકમ વધવાની શક્યતા છે. ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધવાને કારણે એપ્રિલ મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૭.૭૯%ની આઠ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કરશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વધતા જતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરતા આરબીઆઇએ ગત સપ્તાહમાં રેપો રેટ ૦.૪૦% વધારીને ૪.૪૦% કર્યો હતો.
રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધી રહ્યાં છે. આ અગાઉ મે, ૨૦૧૪માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ૮.૩૩% નોંધવામાં આવ્યો હતો. માર્ચ,૨૦૨૨માં રીટેલ ફુગાવો ૬.૯૫% અને એપ્રિલ, ૨૦૨૧માં ૪.૨૩% હતો. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને ૮.૩૮% થઇ ગયો છે. જે એક મહિના અગાઉ ૭.૬૮% તથા એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૧.૯૬% હતા. ઇંધણ અને વીજળી કેટેગરીના ફુગાવો વધીને ૧૦.૮૦% થઇ ગયો છે. જે ગયા મહિને ૭.૫૨% હતો.
બીજી તરફ આજે માર્ચ મહિનાના ઓદ્યૌગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઓદ્યૌગિક ઉત્પાદનમાં ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૯%નો વધારો નોંધાયો છે. ગયા વર્ષે માર્ચમાં ઓદ્યૌગિક ઉત્પાદનમાં ૨૪.૨%નો વધારો નોંધાયો હતો. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઓદ્યોગિક ઉત્પાદનમાં માર્ચ, ૨૦૨૧માં ૨૪.૨%નો વધારો નોંધાયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૫%નો વધારો થયો હતો.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી તેમજ ૧૨ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૨૩,૫૬૫.૭૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી તેમજ ૧૨ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૨૮,૯૨૦.૯૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, યુક્રેન – રશિયા યુદ્વના ચાલતાં વૈશ્વિક મોરચે કોમોડિટીઝ, જીવન જરૂરી ચીજોના સતત વધતાં ભાવો સાથે વિશ્વ અત્યારે ફુગાવા – મોંઘવારીના આર્થિક વિકાસને રૂંધનારા જોખમી પરિબળમાંથી પસાર થઈ રહ્યું છે. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજ દરમાં લાંબા સમયથી વધારો કરવાનું નિવેદન કરતાં રહી છેવટે ૦.૫૦%નો વધારો કરતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજાર પણ ઘટાડો નોંધાયો છે. ફોરેન પોર્ટફોલિો ઈન્વેસ્ટરો-એફઆઈઆઈઝ ભારતીય બજારોમાં ફરી સતત મોટાપાયે વેચવાલ બન્યા છે. કોર્પોરેટ પરિણામોની સીઝન સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફુગાવા મામલે ચિંતા વ્યકત કર્યા સાથે આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડયો છે.
કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળો આવતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીવાર દહેશતનો માહોલ ઉભો કર્યો છે ઉપરાંત વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે. કોવિડ-૧૯ સંક્રમણના અને વધતો ફુગાવાનો દર પણ જોખમ બની રહ્યો છે. અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે. ઉપરાંત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અસ્થિરતા અને ફોરેન ફંડોની શેરોમાં વેચવાલીએ અમેરિકી ડોલર સામે રૂપિયો રૂ.૭૭ના તળીયે આવી ગયો છે તેથી આગામી દિવસોમાં કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 15783 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15474 પોઇન્ટના પ્રથમ અને 15303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15888 પોઇન્ટથી 16006 પોઇન્ટ, 16060 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16060 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 33083 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 32676 પોઇન્ટના પ્રથમ અને 32303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 33303 પોઇન્ટથી 33474 પોઇન્ટ, 33606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 33606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ( 350 ) :- હાઉસહોલડ એપ્લિયનસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.337 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.317 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.367 થી રૂ.380 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.393 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ડીએલએફ લિમિટેડ ( 325 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.303 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.288 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.343 થી રૂ.350 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) જેકે પેપર ( 298 ) :- રૂ.277 નો પ્રથમ તેમજ રૂ.265 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.317 થી રૂ.330 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) ઝેનસર ટેક્નોલોજી ( 300 ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.318 થી રૂ.330 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.288 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ ( 255 ) :- રૂ.232 નો પ્રથમ તેમજ રૂ.218 ના સ્ટોગ સપોર્ટથી ગેસ ટ્રાન્સમિશન / માર્કેટિંગ ઇક્વિટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.267 થી રૂ.280 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ ( 240 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.223 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.263 થી રૂ.270 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ટાટા પાવર ( 222 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.202 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.237 થી રૂ.250 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) એલિકોન એન્જિનિયરિંગ ( 178 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.163 આસપાસ રોકાણકારે રૂ.194 થી રૂ.202 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.155 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2434 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2370 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રિફાઇનરીઝ & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2474 થી રૂ.2508 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) એસીસી લિમિટેડ ( 2107 ) :- આ સ્ટોક રૂ.2088 નો પ્રથમ તેમજ રૂ.2073 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.2133 થી રૂ.2150 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) એચસીએલ ટેક્નોલોજી ( 1053 ) :- 700 શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1037 નો પ્રથમ તેમજ રૂ.1023 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1083 થી રૂ.1090 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) દીવી`ઝ લેબોરેટરીઝ ( 4275 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.4370 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.4460 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.4208 થી રૂ.4140 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.4508 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) હીરો મોટોકોર્પ ( 2453 ) :- રૂ.2490 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2525 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.2404 થી રૂ.2370 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.2540 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) બાટા ઈન્ડિયા ( 1677 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1707 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1717 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1644 થી રૂ.1620 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1730 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) સનફ્લેગ આયર્ન & સ્ટીલ ( 99 ) :- આયર્ન & સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.108 થી રૂ.116 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.90 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) ફેડરલ બેન્ક ( 86 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્રાઇવેટ બેન્ક સેક્ટરનાં આ સ્ટોકને રૂ.80 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.93 થી રૂ.101 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) નેટવર્ક18 મીડિયા ( 77 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.72 નો પ્રથમ તેમજ રૂ.67 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મીડિયા & એન્ટરટેઈનમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.83 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) થોમસ કૂક (ઈન્ડિયા) ( 62 ) :- રૂ.57 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.67 થી રૂ.73 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.73 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 15303 થી 16060 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )