રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ફુગાવાને અંકુશમાં લેવા વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની વ્યાજ દરના પગલાં સફળ નીવડી રહ્યા સાથે વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં તીવ્ર ઘટાડાની સાથે અમેરિકામાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો હોવાના અહેવાલે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા હવે વ્યાજ દરમાં મોટો વધારો નહીં થવાની શકયતાએ વૈશ્વિક શેરબજારમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં અપેક્ષિત તેજી જોવા મળી હતી.
ચાઈનામાં આર્થિક રિકવરીને વેગ આપવા અને લોન ડિફોલ્ટરોને રાહત માટે બેંકોને સૂચના સાથે સિસ્ટમમાં પ્રવાહિતા વધારવામાં આવ્યાના અહેવાલ વચ્ચે ઔદ્યોગિક, આર્થિક રિકવરીની અપેક્ષા અને કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્ષને એક મહિનામાં જ સંપૂર્ણપણે પાછો ખેંચવાનો અને ડિઝલ તેમજ એવીયેશન ફયુલ પરના ટેક્ષને ઘટાડવાનો નિર્ણય લેતાં રાહત થવાના પોઝિટીવ પરિબળે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
વૈશ્વિક મોરચે કોરોના મહામારી બાદ યુક્રેન – રશિયા યુદ્વના પરિણામે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ફુગાવાના સંકટથી અનેક દેશો ઘેરાઈ જવા સાથે મંદીમાં ગરકાવ થવા લાગ્યા છે. ફુગાવા, આર્થિક સંકટને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત રેકોર્ડ મજબૂતી વધુ મુશ્કેલીમાં ધકેલી રહ્યું છે. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક રીતે બેહાલ થઈ ચુકયો છે. જોકે યુક્રેન રશિયા વચ્ચેના યુધ્ધ, ડોલરની વધી રહેલી કિંમત અને ઘટી રહેલા વિદેશી હુંડિયામણે શ્રીલંકાની જેમ બીજા દેશોને પણ પ્રભાવિત કર્યા છે. આવા દેશોમાં પાકિસ્તાન સામેલ છે. પાકિસ્તાન ચીનના વ્યાજના દુષ્ચક્રમાં ફસાઈ ગયુ છે. બીજી તરફ તેની પાસે હવે માત્ર ૯.૮ અબજ ડોલરનુ વિદેશી હુંડિયામણ બચ્યુ છે. આવી જ રીતે નેપાળમાં ખાવા પીવાની અને ફ્યુલ જેવી જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને આયાત પર મોટા પાયે નિર્ભર નેપાળ પાસે વિદેશી હુંડિયામણ ખતમ થવાના આરે છે.
આફ્રિકન દેશ ઈથોપિયાની સ્થિતિ પણ બગડેલી છે. ઈથોપિયાના ગૃહ યુધ્ધના પગલે રસ્તાઓ, કારખાના અને હવાઈ એરપોર્ટ પણ નષ્ઠ થઈ ગયા છે. વિદેશી ડોનર્સે સહાયતા કરવાનુ બંધ કરી દીધુ છે. આ દેશ પર પણ ઘણુ દેવુ છે અને કોરોનાએ પણ દેશની ઈકોનોમીને નુકસાન પહોંચાડ્યુ છે. અન્ય એક નાઈજિરયાની હાલત પણ સારી નથી. જ્યાં ફૂગાવો વધારે છે તેવા દૂનિયાના ૧૦ દેશોમાં નાઈજીરિયા છે. આ સિવાય લોન, ફૂડ ક્રાઈસીસથી ઈકોનોમી ડામાડોળ છે. ગયા વર્ષથી અહીંયા ગ્રોસરી તેમજ બીજી વસ્તુઓના ભાવ બમણા કરતા વધારે છે. ઈજિપ્તની સ્થિતિ પણ સારી નથી. ઈજિપ્તને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ અબજ ડોલર ચુકવવાના છે. આમ તેની સામે પણ સંકટ ઉભેલુ છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફપીઆઇની વેચવાલી સતત વધી રહી છે. વિદેશી રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ ૨૨.૫ કરોડ ડોલર એટલે કે ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો અંદાજીત રૂ.૧૭૨૦ કરોડની વેચવાલી કરી છે. ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની તીવ્રતા સૌથી વધારે જોવા મળી છે. ચાલુ વર્ષે એફપીઆઇની વેચવાલી અંદાજીત ૩૦ કરોડ ડોલર એટલે કે રૂ.૨.૩ લાખ કરોડે પહોંચી ગઇ છે. વિદેશી વેચવાલીએ રૂપિયા અને શેરબજાર ઉપર ભારતના અર્થતંત્રની સ્થિતિને ડામાડોળ કરી દીધી છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો અંદાજીત ૭% તૂટી પહેલીવાર ૮૦ની નીચી ઉતરી ગયો છે. વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલી અને રૂપિયામાં ઘસારાના પરિણામે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ પણ ૬% તૂટ્યો છે. જો હવે વિદેશી રોકાણકારોનું પલાયન ન અટક્યુ તો સ્થિતિ વધારે વિકટ થશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
જો કે વિદેશી વેચવાલી સામે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા મૂડી ઠાલવવાનું ચાલુ રહેતા શેરબજારને સપોર્ટ મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બજારમાં અંદાજીત રૂ.૧.૫ લાખ કરોડનું નવુ રોકાણ કર્યુ છે. દુનિયાભરના ઉભરતા બજારોમાં ચીન અને તાઇવાન બાદ ભારતમાં વિદેશી રોકાણકારોએ સૌથી આક્રમક વેચવાલી કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષે વિદેશી રોકાણકારો ચીનના બજારોમાં ૧૧૬૭૮ કરોડ ડોલર અને તાઇવાનમાં ૩૫૦૨ કરોડ ડોલરની વેચવાલી કરી છે. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઝડપી વધારો કર્યો હોવા છતાં કોમોડિટી નિકાસકારો જેવા કે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાના બજારોમાં ચાલુ વર્ષે સકારાત્મક વિદેશી મૂડીપ્રવાહ જોવા મળ્યો છે.
બજારની ભાવી દિશા…. મિત્રો, ફોરેન ફંડોની સતત વેચવાલીથી ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર એક વર્ષના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે, ત્યારે મારા અંગત મત મુજબ આ તબક્કે શેરબજારમાં ટૂંકા ગાળાનો તબક્કો અસ્થિરતાનો રહેવા છતાં લાંબા ગાળાના રોકાણકારોએ રોકાણ કરવાની તક ઝડપવી જોઇએ. ભારતીય શેરબજારમાં મર્યાદીત ઘટાડાની સંભાવના છે અને ભાવિ ફંન્ડામેન્ટલને જોતાં આગામી ૩ થી ૬ મહિનામાં બજાર સ્થિરતા પ્રાપ્ત કરી લેશે.
ભારતીય શેરબજાર ક્રાઇસિસ પછી વધુ મજબૂતાઈ સાથે ઊભરતું આવ્યું છે અને ભારતીય ઇકોનોમી ૩ ટ્રિલીયનથી ૫ ટ્રીલિયન ડોલર તરફ આગળ વધી રહી છે ત્યારે અનેક મિડ કેપ શેરો લાર્જ કેપ શેરો બનતા હોવાથી સારા ફંન્ડામેન્ટલ ધરાવતા શેરો ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે. રોકાણકારોએ A ગ્રૂપના, ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને હાઈ ડિવિડન્ડ પેઇડ શેરો લેવા જોઈએ. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ અનેક ફંડામેન્ટલ અને A ગ્રૂપના શેરો આકર્ષક ભાવે જોવા મળી રહ્યા છે ત્યારે એકાદ બે વર્ષનાં રોકાણ ને લક્ષ્ય સાથે આ શેરોમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16722 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16606 પોઇન્ટના પ્રથમ અને 16474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16808 પોઇન્ટથી 16939 પોઇન્ટ, 17007 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17007 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 36720 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 37077 પોઇન્ટના પ્રથમ અને 37377 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 36606 પોઇન્ટથી 36373 પોઇન્ટ, 36202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 37377 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) મહાનગર ગેસ ( 760 ) :- LPG/CNG/PNG/LNG સપ્લાયર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.744 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.727 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.774 થી રૂ.783 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.790 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ભારતી એરટેલ ( 675 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.660 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.644 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.688 થી રૂ.696 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ઓરબિન્દો ફાર્મા ( 551 ) :- રૂ.533 નો પ્રથમ તેમજ રૂ.517 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.573 થી રૂ.580 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) રેમકો સિસ્ટમ્સ ( 308 ) સૉફ્ટવેર પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.323 થી રૂ.330 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.288 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) ચેન્નાઈ પેટ્રોલિયમ ( 269 ) :- રૂ.255 નો પ્રથમ તેમજ રૂ.243 ના સ્ટોગ સપોર્ટથી રિફાઇનરીઓ અને માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.388 થી રૂ.293 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ઓઈલ ઈન્ડિયા ( 195 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.183 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.203 થી રૂ.213 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ઓરિયનપ્રો સોલ્યુશન્સ ( 287 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.273 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.297 થી રૂ.303 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) રેમસન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 223 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.213 આસપાસ રોકાણકારે રૂ.237 થી રૂ.250 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.203 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ઈન્ડીગો ( 1815 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1770 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1844 થી રૂ.1860 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ટેક મહિન્દ્ર ( 1028 ) :- આ સ્ટોક રૂ.1008 નો પ્રથમ તેમજ રૂ.990 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1047 થી રૂ.1060 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1451 ) :- ૩૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1417 નો પ્રથમ તેમજ રૂ.1404 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રેસિડેન્સીયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1474 થી રૂ.1490 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) કોટક બેન્ક ( 1827 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1848 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1854 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1797 થી રૂ.1787 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1870 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ઇન્ફોસિસ લિમિટેડ ( 1503 ) :- રૂ.1523 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1530 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1488 થી રૂ.1474 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1544 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) સિપ્લા લિમિટેડ ( 971 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.989 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.994 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.955 થી રૂ.930 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1008 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) અરવિંદ લિમિટેડ ( 90 ) :- ગાર્મેન્ટ્સ & અપરેલસ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.97 થી રૂ.103 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.83 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જિંદાલ શૉ ( 82 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.74 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.88 થી રૂ.93 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) વેલસ્પન ઈન્ડિયા ( 73 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.65 નો પ્રથમ તેમજ રૂ.60 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.77 થી રૂ.85 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) એનએલસી ઈન્ડિયા ( 68 ) :- રૂ.60 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.74 થી રૂ.80 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.80 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 16474 થી 17007 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )