Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે રશિયા – યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી છે. યુરોપ અને યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ કબ્જે કરતા વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી ૧૧૫ ડોલરની નજીક ક્રૂડ નવ વર્ષની ટોચે પહોચી જતાં અને વૈશ્વિક તંગદિલી વધતા અનિશ્ચિત્તાના માહોલ અને ફેડની વ્યાજદર વધારવાની ચિંતા વચ્ચે ફંડોની સતત વેચવાલી જોવા મળી હતી.

વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત હોવાથી અને ક્રુડ ઓઈલમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં ક્રુડના ભડકે બળતાં ભાવ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજયોની ચૂંટણીઓને લઈ સરકાર માટે મોંઘવારીને અંકુશમાં લેવાનું અનિવાર્ય બની ગયું હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણયમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના મહામારીના કપરાકાળમાંથી બહાર આવી જ રહેલા ભારતીય અર્થતંત્રને રશિયા – યુક્રેનના યુદ્ધથી વધુ એક ફટકો લાગશે તેવા અહેવાલ આવી રહ્યાં છે. જાપાનની ફાઈનાન્સિયલ કંપની નોમુરાએ એક રિપોર્ટમાં જણાવ્યુ કહ્યું છે કે, રશિયા – યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને જ પહોંચાડશે. યુક્રેન કટોકટીથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે. ખાદ્યપદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાન દેશો પર પ્રતિકૂળ અસર થશે. નોમુરાએ કહ્યું કે તેની સૌથી ખરાબ અસર એશિયામાં ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સની અર્થવ્યવસ્થા પર પડશે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભાવ વધારાથી વેપાર ખાધ વધુ પહોંળી થશે.

- Advertisement -

સ્થાનિક સ્તરે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના લગભગ અઢી મહિનાથી સ્થિર છે. જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઇલની વૈશ્વિક કિંમત અને ભારતમાં વેચતા પેટ્રોલ – ડીઝલ વચ્ચેનો  ભાવ તફાવત વધી ગયો છે, તેથી ચૂંટણીઓ પૂરી થયા પછી ભાવમાં વધારો જોવા મળી શકે છે. જો કે એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સરેરાશ ફુગાવો ૪.૫% રહેશે. એક અંદાજ સાથે રિઝર્વ બેંક જૂનથી રેપો રેટ વધારી શકે છે અને છે આ વર્ષમાં રેપો રેટમાં ૧%નો વધારો કરી શકે છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના આંકડા અનુસાર એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ સુધીના નવ મહિના દરમિયાન ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો મૂડીપ્રવાહ ૧% ઘટીને ૪૩.૧૭ અબજ ડોલર નોંધાયો છે. જ્યારે પાછલા વર્ષે સમીક્ષાધીન સમયગાળા દરમિયાન દેશમાં ૫૧.૪૭ અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ આવ્યુ હતુ. ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનાના સમયગાળા દરમિયાન કુલ એફડીઆઈનો ઇનફ્લો એક વર્ષ અગાઉના સમયગાળામાં ૬૭.૫ અબજ ડોલરની સામે ઘટીને ૬૦.૩૪ અબજ ડોલર રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષે ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૧ સુધીના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં ઈક્વિટી ઇનફ્લો પણ વર્ષ ૨૦૨૦ના સમાન સમયગાળાના ૨૧.૪૬ અબજ ડોલરની સામેથી ઘટીને ૧૨ અબજ ડોલર નોંધાયુ છે.

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૧,૯૨૮.૪૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૨,૦૮૪.૦૭ કરોડની ખરીદી તેમજ ૦૩ માર્ચ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૭૮૬૦.૯૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૧,૩૪૬.૩૫ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૫,૭૨૦.૦૭ કરોડની વેચવાલી તેમજ ૦૩ માર્ચ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૦,૯૮૩.૫૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, રશિયા – યુક્રેનના યુદ્ધના પગલે આ બન્ને દેશોમાં તો મોટી ખુવારી થઈ છે પરંતુ યુદ્ધના પ્રત્યાઘાતોથી પણ વિશ્વના વિવિધ દેશો પર આર્થિક ભીંસના સ્વરૂપમાં પડયા છે. વિશ્વના  બધા દેશો સામે હવે સૌથી મોટો પડકાર ઊભો થયો છે ક્રૂડતેલના ઉછળતા ભાવોનો અને તેના પગલે રેકોર્ડ ગતિએ વધતા ફુગાવાનો. વૈશ્વિક બજારમાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. રશિયા  વિશ્વમાં ક્રૂડનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ઉછળી ઉંચામાં બેરલદીઠ ૧૧૫ ડોલર નજીક પહોંચી જતાં વ્યાપક ચકચાર જાગી છે.

ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭% વધી ગયા છે. ક્રૂડના આ ભાવ ૯ વર્ષની ટોચે છે પણ સ્થાનિકમાં હાલ ચૂંટણીનો માહોલ હોવાથી પેટ્રોલ તથા ડિઝલના ભાવ સરકારે જાળવી રાખ્યા છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે છે. આમ થશે તો મોંઘવારી આકરી બનશે, ફુગાવો ઉંચો જશે અને રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવાની પણ ફરજ પડશે. આગામી દિવસોમાં રશિયા – યુક્રેનના તણાવ, ક્રૂડ ઓઇલની તેજી અને અમેરિકાની ફેડ રિઝર્વ બેન્કનો વ્યાજદરમાં વધારો અને સ્થાનિકમાં ૧૦મી માર્ચના જાહેર થનારા ચૂંટણી પરિણામોમાં ઉત્તર પ્રદેશના પરિણામ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૨૬૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૫૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૩૦૩ પોઇન્ટથી ૧૬૩૭૩ પોઇન્ટ, ૧૬૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૪૨૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૩૫૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૦૦૪ પોઇન્ટથી ૩૩૮૦૮ પોઇન્ટ, ૩૩૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એજીસ લોજીસ્ટિક્સ ( ૨૦૨ ) :- માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૮ થી રૂ.૨૨૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) કોલ ઈન્ડિયા ( ૧૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮ થી રૂ.૧૯૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) જ્યોતિ લેબોરેટરીઝ ( ૧૩૦ ) :- રૂ.૧૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭ થી રૂ.૧૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) કેપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ ( ૧૩૦ ) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭ થી રૂ.૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) શિપિંગ કોર્પોરેશન ( ૧૧૦ ) :- રૂ.૯૭ નો પ્રથમ તેમજ રૂ.૯૦ ના સ્ટોગ સપોર્ટથી શિપિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૨૭ થી રૂ.૧૩૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ઈન્ડિયન ઓઈલ ( ૧૦૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૯૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૨૨ થી રૂ.૧૨૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ચેન્નાઈ પેટ્રોલિયમ ( ૧૦૭ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૯૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૧૭ થી રૂ.૧૨૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) માન ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન ( ૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન & એન્જિનિયરિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૮ આસપાસ રોકાણકારે રૂ.૧૦૮ થી રૂ.૧૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એચડીએફસી બેન્ક ( ૧૩૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એચસીએલ ટેકનોલોજી ( ૧૧૪૦ ) :- આ સ્ટોક રૂ.૧૧૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૮૩૦ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ટાટાસ્ટીલ ( ૧૨૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૬૪ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૯૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) દ્વારિકેશ સુગર ( ૯૩ ) :- સુગર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૮ થી રૂ.૧૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) એગ્રી-ટેક લિમિટેડ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એગ્રીકલચર પ્રોડકટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૩ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્લાસ્ટિક પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૮ થી રૂ.૮૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ૩આઈ ઈન્ફોટેક ( ૫૨ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૫૮૦૮ થી ૧૬૪૦૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular